બધાનો હોઇ શકે, સત્યનો વિકલ્પ નથી,
ગ્રહોની વાત નથી, સુર્યનો વિકલ્પ નથી.
પાતાળે શાખ બધી, મુળ સર્વ આકાશે,
અમારા બાગના આ વૃક્ષનો વિકલ્પ નથી.
હજારો મળશે મયુરાસનો કે સિંહાસન,
નયનનાં આંસુજડિત તખ્તનો
લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે,
હવે તો દોસ્ત આ સંઘર્ષનો વિકલ્પ નથી.
કપાય કે ન બળે, ન ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દ નો વિકલ્પ નથી.
પ્રવાહી અન્ય ન ચાલે ગઝલની રગરગમાં,
જરૂરી રક્ત છે ને રક્ત નો વિકલ્પ નથી.
સ્વ. કવિ શ્રિ મનોજ ખંડેરીયા.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment